વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પર અને એકટીવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત
વડોદરાના અટલાદરા વિસ્તારના કલાલી બ્રિજ સર્જાયેલા કાળમુખા ડમ્પર અને એકટીવા વચ્ચેના અકસ્માતમાં

વડોદરાના અટલાદરા વિસ્તારના કલાલી બ્રિજ સર્જાયેલા કાળમુખા ડમ્પર અને એકટીવા વચ્ચેના અકસ્માતમાં તાંદલજા વિસ્તારના યુવાને જાન ગુમાવ્યો હતો.
તાંદલજા વિસ્તારમાં રહેતો એક યુવક પોતાના કામ માટે ખિસકોલી સર્કલ તરફ આવવા માટે અટલાદરા તરફથી ઓવરબ્રિજ પરથી પસાર થતો હતો. ત્યારે સામેથી આવતી ડમ્પરમાં ખાલી સાઈડમાં તેની એકટીવા ઘૂસી ગઈ હતી. તેને લઈને કાળમુખા ડમ્પરના પાછલા વ્હીલ તેની પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોક ટોળા એકઠા થઈ ગયા હતા. અટલાદરા પોલીસે આવી સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરવા કવાયત હાથ ધરી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવા માટે તજવીજ શરૂ કરી હતી.
નોંધનીય છે કે પોલીસમાં હપ્તાની "એન્ટ્રી"ના કારણે ભારદારી વાહનોની શહેરમાં "એન્ટ્રી" થતી રહે છે. તેને કારણે નિર્દોષ વાહન ચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. અકસ્માતમાં મોતના પગલે તાંદલજા વિસ્તારમાં ગમગીની છવાઈ હતી.






