મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સોમનાથમાં ત્રિવેણીઘાટમાં ડૂબી જવાથી યુવકનું મોત, નસવાડીમાં કોઝવે પરથી ખેડૂત તણાયો, વાપીમાં ટેમ્પો સાથે ચાલક તણાયો

રાજ્યમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન પાણીમાં તણાઈને ડૂબી જવાથી મોતની ઘટનામાં બની છે.

સોમનાથમાં ત્રિવેણીઘાટમાં ડૂબી જવાથી યુવકનું મોત, નસવાડીમાં કોઝવે પરથી ખેડૂત તણાયો, વાપીમાં ટેમ્પો સાથે ચાલક તણાયો

રાજ્યમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન પાણીમાં તણાઈને ડૂબી જવાથી મોતની ઘટનામાં  બની છે. સોમનાથમાં ત્રિવેણીઘાટમાં ડૂબી જવાથી યુવકનું મોત, નસવાડીમાં કોઝવે પરથી ખેડૂત તણાયો છે. 

સોમનાથમાં ત્રિવેણીઘાટમાં ડૂબી જવાથી યુવકનું મોત

વેરાવળમાં સોમનાથ મંદિર નજીક ત્રિવેણીઘાટમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. મેંદરડા ગામનો યુવાન ન્હાવા ગયો હતો, ત્યારે પગ લપસી જતા પાણીમાં ડૂબી ગયો હતો. બે કલાક બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પ્રભાસ પાટણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

નસવાડીમાં કોઝવે પરથી ખેડૂત તણાયો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોરડીયા ગામના લો-લેવલ કોઝવે પરથી પસાર થતા દરમિયાન એક ખેડૂત તણાયો છે. રાજેશ રમેશ નાયક ગામમાં જરૂરી ચીજવસ્તુઓ લેવા ગયો હતો, પરત આવતી વખતે લો-લેવલ કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વધતા ખેડૂત તણાયો હતો. સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરાઇ છે. નસવાડી પોલીસ સ્થળ ઉપર પહોંચી સ્થાનિકોને તણાયેલ ખેડૂતની શોધખોળ હાથ ધરી છે. 

વાપીમાં ટેમ્પો સાથે ચાલક તણાયો

વાપીમાં  દમણગંગા નદીમાં ટેમ્પો સાથે ચાલક તણાયો હતો. નામધા તરફ જતા રસ્તા પરથી એક ટેમ્પો નદીમાં તણાયો હતો. જો કે  ટેમ્પોને તરત જ દોરડા વડે બાંધી દેવામાં આવ્યો હતો અને ચાલકને બચાવી લેવામાં આવ્યો હતો. દમણગંગા નદીમાં ભારે આવકને લઈને પાણી બન્ને કિનારે અચાનક વધી ગયું હતું. 

સુરતના માંગરોળમાં બાઈક ચાલક તણાયો

સુરતના માંગરોળના ઝંખવાવથી ગુંદીકૂવા ગામ તરફ જતા રસ્તા પર પસાર થતી ખાડીમાં પાણીના પ્રવાહમાં બાઈક ચાલક તણાયો હતો. સ્થાનિકોની નજર બાઈક ચાલક પર જતાં સ્થાનિકો મદદે દોડી ગયા હતા અને માનવસાંકળ કરી ચાલક અને બાઈકને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોની સમય સૂચકતાના કારણે બાઈક ચાલકનો જીવ બચ્યો હતો. 

આ સમાચાર શેર કરો