મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદર: ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરીમાં દરોડા દરમ્યાન યુવાનનું મોત, પરિવારજનોનો હોબાળો

પોરબંદરમાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી અટકાવવા દરોડા પાડ્યા હતા, જોકે આ દરમિયાન એક યુવાનનું મોત

પોરબંદર: ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરીમાં દરોડા દરમ્યાન યુવાનનું મોત, પરિવારજનોનો હોબાળો

પોરબંદરમાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી અટકાવવા દરોડા પાડ્યા હતા, જોકે આ દરમિયાન એક યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ જવાબદાર ખનીજ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લામાં  2 ઓગસ્ટની મોડી રાત્રેએ મિયાણી ગામ નજીક ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. જોકે, આ દરોડા દરમિયાન ખનીજ વિભાગ ટ્રેકટર ડિટેન કરશે જેની બીકે એક યુવાન ટ્રેકટર લઈને ભાગ્યો હતો. પરિણામે ખનીજ વિભાગે યુવાનની પાછળ ગાડીઓ દોડાવીને તેને પકડવાનો પ્રયાસ કરતા આ યુવાન કુછડી ગામની કેનાલમાં ટ્રેકટર સાથે ખાબક્યો હતો. જેમાં યુવકનું મોત નિપજ્યું હતું. 

ખનીજ વિભાગ તેની પાછળ દોડતા આ ઘટના બની - પરિવારજનોનો આક્ષેપ

હાલ પરિવારજનો અને મૃતકના મિત્રોનો આક્ષેપ છે કે ખનીજ વિભાગ તેની પાછળ દોડતા આ ઘટના બની હતી. જેના પર ખનીજ વિભાવ જવાબદાર છે અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી માંગ ઉઠી છે.

આ અંગે ઈન્ચાર્જ એસપીએ જણાવ્યું કે, હાલ અકસ્માત અંગે નોંધ કરી અમે તપાસ કરી રહ્યા છીએ.  અરજદારને પૂરતો ન્યાય મળશે.  ખનીજ વિભાગના અધિકારી દરોડામાં હતા તેની પણ અમે પૂછપરછ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો