મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: લાઇવ કોન્સર્ટની ઇવેન્ટના કૌભાંડ મુદ્દે આપનું પ્રદર્શન, કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

વડોદરામાં લાઇવ કોન્સર્ટની ઇવેન્ટના કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટી કમિશનરને રજૂઆત કરવા જતા પોલીસ

Vadodara news:  લાઇવ કોન્સર્ટની ઇવેન્ટના કૌભાંડ મુદ્દે આપનું પ્રદર્શન, કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

વડોદરામાં લાઇવ કોન્સર્ટની ઇવેન્ટના કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટી કમિશનરને રજૂઆત કરવા જતા પોલીસે ટીંગાટોળી કરીને પાંચની અટકાયત કરી હતી. દિવાળી પર માત્ર એક રાતના લાઇવ કોન્સર્ટ પાછળ 65 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કેવી રીતે કરવામાં આવ્યો? ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ માટે 9 લાખ, જનરેટર ભાડું 6 લાખ, ખુરશી-સોફા 1.76 લાખ, કાર્પેટ 88 હજાર, સ્ટેજ-લાઇટિંગ 26 લાખ અને પરચૂરણ ખર્ચ 5 લાખથી વધુ બતાવવામાં આવતા કૌભાંડ થયું હોવાના આક્ષેપ છે. મનપાએ આ કામ Y M હોસ્પિટાલિટી કંપનીને સોંપ્યું હતું અને બિલમાં ગડબડ જણાતા ઓડિટ વિભાગે હજી સુધી બિલ મંજૂર કર્યું નથી. 

આ સમાચાર શેર કરો