મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં બેડરૂમમાં જ યુવતીએ ખાધો ફાંસો, પરિવારે નોકરીની ના પાડતાં જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડ તાલુકાના અટગામ ઘોડા ફળિયામાં એક દુઃખદ ઘટના સામે આવી છે.

વલસાડમાં બેડરૂમમાં જ યુવતીએ ખાધો ફાંસો, પરિવારે નોકરીની ના પાડતાં જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડ તાલુકાના અટગામ ઘોડા ફળિયામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. એક પરિણીતાએ નોકરી કરવાની ના પાડવામાં આવતા આત્મહત્યા કરી લીધી છે.

પરિવારે સમજણ આપી હતી

પરિણીતાએ ઘરમાં એકલતાનો લાભ લઈને બેડરૂમમાં લોખંડની એંગલ સાથે નાઈલોનની દોરી વડે ફાંસો ખાધો હતો. બે દિવસ પહેલા જ પરિણીતાના પિતા અને પરિવારના સભ્યોએ તેને સાસરીયાના સભ્યોની વાત માનવા સમજાવી હતી.ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યોએ સ્થાનિક લોકોની મદદથી તેને નજીકની CHC હોસ્પિટલમાં લઈ ગયા હતા. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

પરિવાર દોડી આવ્યુ

સ્થાનિક અગ્રણીઓએ વલસાડ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પરિણીતાના માતા-પિતા અને પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો