મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કાપડના કારખાનેદારના યુવાન પુત્રએ ખાધો ફાંસો, જિંદગી ટૂંકાવતા અગાઉ તોડ્યો મોબાઈલ

આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરા આશીર્વાદ ટાઉનશીપ ખાતે રહેતા મહેશ વાયવ

સુરતમાં કાપડના કારખાનેદારના યુવાન પુત્રએ ખાધો ફાંસો, જિંદગી ટૂંકાવતા અગાઉ તોડ્યો મોબાઈલ

આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરા આશીર્વાદ ટાઉનશીપ ખાતે રહેતા મહેશ વાયવાલા કાપડનું કારખાનું ચલાવે છે. તેમનો 27 વર્ષીય પુત્ર રાજન તેમને કારખાનામાં મદદરૂપ થતો હતો. શનિવારે સાંજે રાજને પોતાની રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચોઃ સુરત: જુગારના અડ્ડા પર રેડ પડતા બીજા માળેથી શકુની મામાનો કૂદકો, 40 પકડાયા

કારણ અકબંધ

રાજને આપઘાત કરતા પહેલા પોતાનો મોબાઈલ ફોન પણ તોડી નાંખ્યો હતો. જેથી આપઘાત પહેલા ફોન પર કોઈને સાથે વાત થયા બાદ આવેશમાં તેણે પગલું ભરી લીધું હોવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. જોકે હાલ રાજને ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હોવાથી આપઘાતના કારણ અંગે રહસ્ય ઘેરાયું છે.

આધેડે જીવન ટૂંકાવ્યું

લિંબાયતમાં આધેડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આધેડે હૃદયરોગ અને અન્ય બીમારીઓથી કંટાળીને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. લિંબાયત બજરંગ નગર ખાતે રહેતા 51 વર્ષીય બટુ ઉર્ફે ભટુ દોલત પાટીલ વોચમેનની નોકરી કરતા હતા. તેઓ હૃદય રોગની બીમારીથી પીડાતા હતા અને તેમનું બાયપાસ ઓપરેશન પણ થયું હતું. આ ઉપરાંત અન્ય બીમારીઓથી પણ તેઓ પીડાતા હતા. દરમ્યાન શનિવારે રાત્રે તેમણે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો