સુરત: જુગારના અડ્ડા પર રેડ પડતા બીજા માળેથી શકુની મામાનો કૂદકો, 40 પકડાયા
સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા સુરતના લિંબાયતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડ

સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતા સુરતના લિંબાયતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતાં. રંગીલા ટાઉનશિપમાં જર્જરિત બિલ્ડીંગ પર તાડપત્રી બાંધીને ચાલતા જુગારધામમાંથી 40 જેટલા જુગારીઓ ઝડપાયા હતાં. જો કે, એક જુગારીએ રેડ દરમિયાન બીજા માળેથી કુદકો માર્યો હતો. જેથી તે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Video: ફૂલ સ્પીડમાં જતી બાઈક કાર સાથે અથડાઈ, બાઈકચાલક દડાની જેમ ઉછળી 20 ફૂટ દૂર પડ્યો
પોલીસથી બચવા કુદકો માર્યો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને લિંબાયતની રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જર્જરિત બિલ્ડીંગ જ આખી જુગારધામ સહિતના ગોરખધંધા માટે કુખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ નીચે કૂદી ગયો હતો. જેથી તેને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
શરાબ-શબાબનો સામાન મળ્યો
ટેરેસ પરથી બિયરના ખાલી ટીન, કોન્ડમ અને ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. જેથી અહીં જુગારીઓ માટે જુગારની સાથે નશાની પણ વ્યવસ્થા કરાતી હોવાનું સામે આવ્યું છે.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓની ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ બે લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે. જુગારધામ ચલાવનાર લિસ્ટેડ આરોપી સન્ની હાલ ફરાર છે. તેની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે.








