સુરતમાં ઝઘડો થયા બાદ યુવકને ઉતારાયો મોતને ઘાટ, તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યારા ફરાર
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં એક યુવક

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે રીતે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં એક યુવકનો અજાણ્યા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો. યુવકને તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને અજાણ્યા ફરાર થઈ ગયા હતાં. હાલ સમગ્ર હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર શરીર પર મળ્યા ઘાના નિશાન
પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામના બાપુનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. 36 વર્ષીય રાજ ઉર્ફે માલ્યાની હત્યા કરી દેવામાં આવી હતી. રાજને કોઈ અજાણ્યા ઈસમો સાથે ઝઘડો થયો હતો. કયા મુદ્દે ઝઘડો થયો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઝઘડો થયા બાદ અજાણ્યા ઈસમો હથિયારો લઈને તૂટી પડ્યાં હતાં. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પરિવારજનો શોકમાં
અજાણ્યો ઇસમ રાજને ગળા, પેટ અને પગ ભાગે તિક્ષણ હથિયારના ઘા મારી ફરાર થઈ ગયો હતો. રાજને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. મોતને પગલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. રાજના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








