મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલમાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, અમદાવાદમાં સાબરમતીમાં છલાંગ લગાવી યુગલની આત્મહત્યા

ગુજરાતભરમાં જાણે આત્મહત્યા કરવાની વણઝાર સર્જાઈ રહી છે એમ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રહેતા યુવકે ગળા ઉપર બ્લેડ ફેરવી

પંચમહાલમાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, અમદાવાદમાં સાબરમતીમાં છલાંગ લગાવી યુગલની આત્મહત્યા

ગુજરાતભરમાં જાણે આત્મહત્યા કરવાની વણઝાર સર્જાઈ રહી છે એમ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રહેતા યુવકે ગળા ઉપર બ્લેડ ફેરવી આત્મહત્યા કરવા માટેનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. પતિપત્ની વચ્ચે ઘરકંકાસ થતો હોવાથી યુવકે આત્મહત્યા કરવાનું પગલું ઉઠાવ્યું હતું. 

પંચમહાલ જિલ્લામાં હાલોલના બાસ્કા ગામે ભાડાના મકાનમાં રહેતા મહારાષ્ટ્રના યુવાને પત્ની સાથેના ઘરકંકાસને કારણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. ઝારખંડની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકની નોકરી કેટલાક સમયથી છૂટી ગઈ હતી. પત્ની નોકરી કરતી હતી પરંતુ પતિની નોકરી છૂટી ગઈ હોવાને કારણે ઘરમાં કંકાસ થતો હતો. જેને પગલે રવિવારે બપોરે યુવકે ગળા ઉપર બ્લેડ ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હાલોલ તાલુકા પોલીસે આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદમાં એક યુગલે સાબરમતીમાં ઝંપલાવ્યું

અમદાવાદમાંથી પણ એક આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને એક યુગલે આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના કોટ વિસ્તારમાં આવેલી કામા હોટલ પાછળ વોકવે પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. યુગલે હાથ બાંધીને આત્મહત્યા કરી હતી. બંને યુગલના મૃતદેહને નદીમાંથી બહાર કઢવામાં આવ્યા હતા. પોલીસે બંને યુગલની ઓળખ અને ઉંમર અંગે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો