પંચમહાલ: જૈન દેરાસરમાં ત્રણ આરોપીઓએ મસ્તી-મસ્તીમાં મૂર્તિઓ કરી હતી ખંડિત, ગણતરીની કલાકોમાં પોલીસે કરી ધરપકડ
પંચમહાલના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામેં જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાના મામલામાં મોટો ખુલાસો થયો છે

પંચમહાલના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામેં જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકમાં જ મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
મસ્તી મસ્તીમાં મૂર્તિઓ કરી હતી ખંડિત
આ ત્રણેય આરોપીઓ ધનેશ્વર ગામના જ રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ શખ્સો ક્રિકેટ રમતા રમતા કેમ્પસમાં જ આવેલા દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરી હતી.
પથ્થરોથી મૂર્તિઓ તોડી પાડી
દેરાસર નજીક પડેલા પથ્થરોથી મૂર્તિઓને ખંડિત કરી હતી. આરોપીઓ કબૂલાત કરી હતી કે મસ્તીમાં જ યુવાનોએ મૂર્તિઓને ખંડિત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની સામે બી.એન. એસ 2023 ની કલમ 299 અને 324/2 મુજબ ગુન્હો નોંધ્યો હતો






