મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલમાંથી પસાર થઈ રહેલી ટ્રેનમાં ગળેફાંસો ખાઈ બિહારી યુવકે કર્યો આપઘાત

ગુજરાતભરમાં જાણે આત્મહત્યાની વણઝાર સર્જાઈ રહી છે એવામાં પંચમહાલમાંથી પસાર થઈ રહેલી એક ટ્રેનમાં આત્મહત્યા ક

પંચમહાલમાંથી પસાર થઈ રહેલી ટ્રેનમાં ગળેફાંસો ખાઈ બિહારી યુવકે કર્યો આપઘાત

ગુજરાતભરમાં જાણે આત્મહત્યાની વણઝાર સર્જાઈ રહી છે એવામાં પંચમહાલમાંથી પસાર થઈ રહેલી એક ટ્રેનમાં આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ગોધરા રેલવે સ્ટેશનથી પસાર થતી પારસનાથ  એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાં એક મુસાફરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

મળી રહેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, કોઇ કારણોસર ટ્રેનમાં જ અન્ય મુસાફરો સાથે બબાલ થતા બિહારના ગયાના મુસાફરે આપઘાત કર્યો હતો. પારસનાથ એક્સપ્રેસના એસ -1 ડબ્બાના ટોયલેટમાં સંજય યાદવ નામના બિહારી યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ચાલુ ટ્રેનમાં આપઘાત કરતા ગોધરા સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી અને રેલવે પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોટર્મ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો