સુરતના આશારામ આશ્રમમાંથી યુવકના ATM કાર્ડની ચોરી, આ રીતે તફડાવી લીધા 14 હજાર
સુરતના જ્હાંગીરપુરા વરિયાવ રોડ ખાતે આવેલા આશારામ આશ્રમમાંથી અજાણ્યો ઈસમ યુવકનું એટ

સુરતના જ્હાંગીરપુરા વરિયાવ રોડ ખાતે આવેલા આશારામ આશ્રમમાંથી અજાણ્યો ઈસમ યુવકનું એટીએમ કાર્ડ ચોરી કરી ગયો હતો. બાદમાં ચોરી કરેલા એટીએમ કાર્ડનો ઉપયોગ કરી તેના ખાતામાંથી 14 હજાર રૂપિયા ઉપાડી લીધા હતાં.આ અંગે યુવક દ્વારા જ્હાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
હોલમાંથી ચોરી
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લક્ષ્મણ રાધામલ કુકરેજા જ્હાંગીરપુરા વરિયાવ રોડ ખાતે આવેલા આશારામ આશ્રમમાં નોકરી કરે છે. દરમિયાન ગઈ તા 8.10.2024થી 14.10.2024ના રોજ કોઈ અજાણ્યો ઈસમ આશ્રમના હોલમાંથી તેનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ કાર્ડ ચોરી કરી ગયો હતો.
પીનનો ઉપયોગ કરીને ચોરી
ચોરે કાર્ડના પીન નંબરનો ઉપયોગ કરી તેના ખાતામાંથી રૂ.14 હજારની મત્તા ઉપાડી લીધી હતી. આ અંગે લક્ષ્મણ કુકરેજાએ જ્હાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીઆગળની તપાસ હાથ ધરી છે.








