મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢમાં યુવાનને છરીની અણીએ ત્રણ શખ્સોએ લૂંટ્યો, 27 લાખ રોકડ લૂંટીને ફરાર

ગુજરાતના જૂનાગઢમાં કાયદાને પડકાર આપતી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં છરીની અણીએ 27 લાખની લૂંટ ચલાવવામાં

જૂનાગઢમાં યુવાનને છરીની અણીએ ત્રણ શખ્સોએ લૂંટ્યો, 27 લાખ રોકડ લૂંટીને ફરાર

ગુજરાતના જૂનાગઢમાં કાયદાને પડકાર આપતી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં છરીની અણીએ 27 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ત્રણ શખ્સોએ યુવાનને રસ્તામાં રોક્યો હતો, ત્યારબાદ તેને લૂંટીને ફરાર થઈ ગયા હતા.  ફરીયાદીને રાજકોટની પાર્ટીએ આંગડીયુ કરવા 27 લાખ રૂપિયા આપ્યા હતા. રાજકોટની પાર્ટીએ આંગડીયુ ન કરવા જણાવ્યું હતુ.

 ત્રણ આરોપીઓએ છરીની અણીએ લૂંટ કરી પલાયન

ફરીયાદી પૈસા લઈને પરત આવતો હતો ત્યારે ત્રણ આરોપીઓએ છરીની અણીએ લૂંટ કરી પલાયન થયા હતા. ઘટનાની એક કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પર પણ સવાલો

પોલીસે અયાન ઉર્ફે પાચીયો, રમીમખાન ભાવનગરી અનવે સલીલ દલ વિરૂધ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટ ફાટ, ચોરીની સતત ઘટનાઓ વધતા પોલીસના પેટ્રોલિંગના દાવાઓ પર પણ સવાલો ઉઠ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓને દબોચવા માટે તૈયારીઓ આદરી છે.

આ સમાચાર શેર કરો