મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદરમાં પ્રેમ સબંધના મનદુઃખમાં યુવકની હત્યા, લોખંડની પાઇપ અને ધોકા વડે માર મારતા મોત

પોરબંદરમાં પૂર્વ પ્રેમ સબંધમાં રહી ગયેલા મનદુઃખના સમાધાન માટે મળેલી બેઠક હત્યામાં પરિણમી.પોરબંદરમાં રહેતા ય

પોરબંદરમાં પ્રેમ સબંધના મનદુઃખમાં યુવકની હત્યા, લોખંડની પાઇપ અને ધોકા વડે માર મારતા મોત

પોરબંદરમાં પૂર્વ પ્રેમ સબંધમાં રહી ગયેલા મનદુઃખના સમાધાન માટે મળેલી બેઠક હત્યામાં પરિણમી.પોરબંદરમાં રહેતા યુવાન ઉપર રાણાવાવની પૂર્વ પ્રેમિકાના પતિ અને ભાઈ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, હિતેશ કાટાવદરાને અગાઉ રાણાવાવ રહેતી હેતલ મોઢવાડિયા નામક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બાદમાં હેતલના સંજય કેશવાલા સાથે લગ્ન થઈ જતા બંનેએ પ્રેમ સંબંધ ત્યાં જ ટૂંકાવી લીધો હતો. જે પ્રેમ સંબંધની મનમાં ખટાશ રાખી હેતલના ભાઈ સંજય મોઢવાડિયાએ હિતેશ કાટાદરાને સમાધાન માટે રાણાવાવ બોલાવ્યો હતો. પરંતુ હિતેશ કાટાવદરાએ રાણાવાવ જવાના બદલે તેઓને સમાધાન માટે પોરબંદર બોલાવ્યા હતા.

આ પણ વાંચો : માજી સાંસદના PAએ નશેડી ડૉક્ટરનો ફોડ્યો ભાંડો, પીધેલી હાલતમાં કરતો લોકોની સારવાર

જ્યાં જયુબેલી પાણીની ટાંકી પાસે હિતેશ સંજયની રાહ જોતો હતો. એવામાં હેતલનો પતિ અને ભાઈ ટોળકી સાથે આવી હિતેશને લોખંડના પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારવાનું ચાલુ કરી દીધું જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેનું સારવાર દરમિયાન મોત થયું. ઘટનાની જાણ થતાં જ પોલીસે હિતેશ ઉર્ફે હિરેન કારાવદરાની હત્યાનો ગુનો નોધીં હત્યારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો