મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નબીરાઓને ગાડી પર સ્ટન્ટ કરવા પડ્યા ભારે, વીડિયો વાયરલ થતાં પકડ્યાં કાન

સોશિયલ મીડિયામાં વીડિયોથી લાઈકસ અને કોમેન્ટ મેળવવામાં યુવકો ભાન ભૂલતા હોય છે. ત્યારે સુરતમાં

સુરતમાં નબીરાઓને ગાડી પર સ્ટન્ટ કરવા પડ્યા ભારે, વીડિયો વાયરલ થતાં પકડ્યાં કાન

સોશિયલ મીડિયામાં વીડિયોથી લાઈકસ અને કોમેન્ટ મેળવવામાં યુવકો ભાન ભૂલતા હોય છે. ત્યારે સુરતમાં ગાડી ઉપર સ્ટન્ટ કરી સોસિયલ મીડિયા ઉપર વીડીયો અપલોડ કરવાનું બે નબીરાઓને ભારે પડ્યું હતું. વીડિયો વાયરલ કરતા નબીરાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો હતો. 

ગત તારીખ તારીખ-૩૦/૦૬/૨૦૨૪ બપોરે રોજ સોસિયલ મીડિયા એપ ઉપર એક વ્હાઇટ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-OS-BU-2152 માં એક ઇસમ ચાલુ ગાડીના બોનેટ પર બેસેલા હોય છે. અન્ય એક ઇસમ ગાડી ચલાવે છે. ઇસમોએ વીડિયો સોસિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. વીડિયો વાયરલ કરતા ભેસ્તાન પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીના નામ

શાહરૂખ સફી શેખ
અનિલભાઈ રાજારામ કાંબલે

આ સમાચાર શેર કરો