સાબરકાંઠાના યુવકનું લંડનના હેરો શહેરમાં ગરબા રમતા થયું મોત
વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. સાબરકાંઠા જિલ્લાના ગોરા આજણા ગામના

વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. સાબરકાંઠા જિલ્લાના ગોરા આજણા ગામના યુવકનું લંડનના હેરો શહેરમાં ગરબા રમતા મોત થયું છે. યુવક હેરો શહેરમાં પીઝા સેન્ટરમાં કામ કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગોરા ગામના વતની જયેશ કનુભાઈ પટેલ (ચૌધરી)નું 7 ઓક્ટોબરે લંડનમાં રાત્રે 11 વાગ્યે ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત થયું હતું. જયેશ ચૌધરીને હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. જયેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જયેશનું મોત હાર્ટ એટેકથી થયાનું તારણ બહાર આવ્યું હતું. જયેશ ચૌધરી લંડનના હેરો શહેરમાં રહેતો હતો અને કોલીન્ડેલ શહેરના અડવર્ડ રોડ પર આવેલા પુક્કા પીઝા સેન્ટરમાં કામ કરતો હતો. જયેશ ચૌધરી છેલ્લા દોઢ વર્ષથી અભ્યાસ તેમજ ધંધાર્થે લંડન ગયો હતો.






