મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર : નાકના ઓપરેશન બાદ યુવકનું મોત, હોસ્પિટલ પર બેદરકારીના આરોપ

Bhavnagar News : ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નાકના ઓપરેશન દરમિયાન એક યુ

ભાવનગર : નાકના ઓપરેશન બાદ યુવકનું મોત, હોસ્પિટલ પર બેદરકારીના આરોપ

Bhavnagar News : ભાવનગર શહેરના લીલા સર્કલ પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નાકના ઓપરેશન દરમિયાન એક યુવકનું મોત થયું છે. યુવકના પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીના આરોપ લગાવ્યાં છે. 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કોળી નામના યુવાનના નાકના  ઓપરેશન દરમિયાન સદવિચાર હોસ્પિટલમાં આ ઘટના બની હતી. ઓપરેશન બાદ મહેશભાઈ ભાનમાં આવ્યાં હતા અને બાદમાં બેભાન થઈ ગયા હતા. તેમનું હૃદય બંધ પડી જતા હૃદયના ડોકટરને પણ બોલાવવામાં આવ્યાં હતા.  ડોક્ટરોએ  તમામ પ્રયાસો બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. 

મૃતક યુવકના પરિવારજનોએ કહ્યું કે નાકનું હાડકું વધી રહ્યું હતું જેના ઓપરેશન માટે મૃતક પોતે બાઈક ચલાવીને ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલ આવ્યો હતો. સદવિચાર હોસ્પિટલ ડોક્ટરોની બેદરકારીને કારણે જ યુવકનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. 

મૃતકના પરિવારજનો સદવિચાર હોસ્પિટલ અને ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી પહોંચ્યા હતા. આ સાથે જ મૃતકનું પેનલ પીએમ કરાવવાની પણ માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો