મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરામાં મેડિકલ કોલેજના બાંધકામ દરમિયાન દિવાલ પડતા શ્રમિકનું દટાઈ જવાથી મોત

ગોધરામાં મેડિકલ કોલેજના કન્સ્ટ્રક્શનની સાઈટ પર દીવાલ ધરાશયી થતા યુવાન કામદારનું મોત

ગોધરામાં મેડિકલ કોલેજના બાંધકામ દરમિયાન દિવાલ પડતા શ્રમિકનું દટાઈ જવાથી મોત

ગોધરામાં મેડિકલ કોલેજના કન્સ્ટ્રક્શનની સાઈટ પર દીવાલ ધરાશયી થતા યુવાન કામદારનું મોત નિપજ્યું હતું. ગોધરા નજીક ચંચોપા ગામે છેલ્લા કેટલાક સમયથી મેડિકલ કોલેજનું બાંધકામ ચાલી રહ્યું છે, જેમાં 25 વર્ષીય મજૂરી કામ કરતા કામદારનું દિવાસ ધરાશયી થતાં મોત નિપજ્યું છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ચંચોપા ગામે છેલ્લા કેટલાક સમયથી બાંધકામ ચાલી રહ્યું છે. તેમાં  25 વર્ષીય યુવાન છેલ્લા કેટલાક સમયથી અહીંની સાઈટ પર સેન્ટીંગનું કામ કરતો હતો. આજે બીજે માળ યુવાન કામ કરતો હતો એ દરમિયાન ચણતર કરેલી દીવાલ પડી ગઈ હતી. આ દિવાલ નીચે યુવાન દબાઈ ગયો અને મૃત્યુ પામ્યો હતો. જેની મૃત્યુ પામનાર યુવકના પરીવારજનો દ્વારા મીડિયા સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અંજાર: મહિલાની આંખમાં મરચું નાખી લૂંટ મચાવનાર શખ્સ ઝડપાયો

મેડિકલ કોલેજ બનાવનાર કોન્ટ્રાકટરને જાણ કરવા છતાં હજુ સુધી તે આવ્યા ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. કરોડોના ખર્ચે બની રહેલ મેડિકલ કોલેજમાં દીવાલ પડવાનો બનાવ બાંધકામની ગુણવત્તા પર પ્રશ્નો ઉપજાવે છે. પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવતા વધુમાં જણાવ્યું હતુ કે, કોન્ટ્રાક્ટર દ્વારા મેડિકલ કોલેજ પર કામગીરી દરમિયાન શ્રમિકોને કોઈપણ જાતની સેફટીના સાધન પણ આપવામાં નહોતા આવ્યા.

આ સમાચાર શેર કરો