મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં: અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોના ચારિત્રય સામે અગાઉ પણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં: અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોના ચારિત્રય સામે અગાઉ પણ નામી-અનામી ફરિયાદો થઇ છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ આપતો પત્ર યુનિવર્સિટીના કુલપતિને મોકલતા માહોલ ગરમાયો છે.

અર્થશાસ્ત્ર ભવનની 5 વિદ્યાર્થિનીએ અગાઉ CMOમાં ફરિયાદ કરી 

અર્થશાસ્ત્ર ભવનની 5 વિદ્યાર્થિનીએ અગાઉ CMOમાં ફરિયાદ કરી હતી કે, આ પ્રોફેસર ક્લાસરૂમમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરે છે, વાતો કરે છે. આ ઉપરાંત તેઓ ચોક્કસ જ્ઞાતિના જ વિદ્યાર્થીઓને જ માર્ક આપતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર સામે મહિલા આયોગે તપાસના આદેશ

આ વિદ્યાર્થિનીઓનો લેટર CMOમાંથી મહિલા આયોગમાં અને હવે મહિલા આયોગે યુનિવર્સિટીના કુલપતિને લેટર મોકલીને આ સમગ્ર મામલે તપાસ કરવાનું કહેતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

આ સમાચાર શેર કરો