મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બહેનોને ગિફ્ટ: રક્ષાબંધનના દિવસે મહિલાઓ AMTS બસમાં કરી શકશે મફત મુસાફરી

રક્ષાબંધનનો તહેવાર આ વખતે 19 ઓગસ્ટે ઉજવાશે. ત્યારે આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા મુસાફરો

બહેનોને ગિફ્ટ: રક્ષાબંધનના દિવસે મહિલાઓ AMTS બસમાં કરી શકશે મફત મુસાફરી

રક્ષાબંધનનો તહેવાર આ વખતે 19 ઓગસ્ટે ઉજવાશે. ત્યારે આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા મુસાફરોને એક ખાસ ભેટ આપી છે. આ દિવસે બહેનો એ.એમ.ટી.એસ બસમાં મફતમાં મુસાફરી કરી શકશે.

રક્ષાબંધન તહેવાર નિમિતે AMTSમાં મહિલાઓ માટે મુસાફરી ફ્રી રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે 19 ઓગસ્ટ સોમવારના દિવસે મહિલાઓ AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એટલે કે, સમગ્ર દિવસ દરમિયાન બહેનો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

લાખો બહેનો રક્ષાબંધનના દિવસે ફ્રી મુસાફરીનો લાભ મેળવશે

તમને જણાવી દઈએ કે, અમદાવાદની લાલ બસ એટલે કે, AMTSમાં રોજના 4.27 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. જેમાં બે લાખ મહિલા મુસાફરોનો પણ સમાવેશ થાય છે. જેના પગલે લાખો બહેનો રક્ષાબંધનના દિવસે ફ્રી મુસાફરીનો લાભ મેળવી શકશે.

આ સમાચાર શેર કરો