મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat news: મહિલાના પુત્રને PMOમાં નોકરી અપાવવાનું કહી 26 લાખ પડાવ્યા, ભાજપનો સભ્ય હોવાની ઠગે આપી હતી ઓળખ

સુરતમાં રહેતી એક મહિલાને પીએમઓમાં નોકરી અપાવવાની લાલચ આપી ઉત્તરપ્રદેશના એક ભેજાબાજ

Surat news: મહિલાના પુત્રને PMOમાં નોકરી અપાવવાનું કહી 26 લાખ પડાવ્યા, ભાજપનો સભ્ય હોવાની ઠગે આપી હતી ઓળખ

સુરતમાં રહેતી એક મહિલાને પીએમઓમાં નોકરી અપાવવાની લાલચ આપી ઉત્તરપ્રદેશના એક ભેજાબાજે 26 લાખની છેતરપિંડી આચરી છે. ઠગ પોતે ભાજપનો સભ્ય હોવાનું અને મોટા સંપર્કો હોવાનું કહી વિનીતાના પુત્રને પીએમઓમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

ભાજપનો સભ્ય હોવાનું કહી નોકરી અપાવવાની લાલચ આપી હતી

સુરતમાં અલથાણમાં રહેતી એક મહિલાને પીએમઓમાં નોકરી અપાવવાની લાલચ આપી એક ઠગે રૂપિયા 26 લાખની છેતરપિંડી આચરી છે. અલથાણ–ભીમરાડ રોડ પર આવેલા આકાશ એન્ફ્લેવમાં રહેતા વિનીતા રાય વર્ષ 2024માં યુપી ગયા હતા, ત્યારે તેમની મુલાકાત બુલંદશહેરમાં રહેતા વિકાસ ત્રિવેદી સાથે થઈ હતી. વિકાસે પોતે ભાજપનો સભ્ય હોવાનું અને મોટા સંપર્કો હોવાનું કહી વિનીતાના પુત્રને પીએમઓમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.

જાન્યુઆરી 2024થી એપ્રિલ 2024 દરમિયાન વિવિધ હપ્તામાં વિનીતા રાય પાસેથી 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા. નોકરી અંગે કોઈપણ પ્રકારનો લેટર ન આવતા વિનીતા રાયે પૂછપરછ કરતા વિકાસે બધુ પ્રોસેસમાં હોવાનું કહી દિલાસો આપ્યો હતો, પરંતુ બાદમાં તપાસ કરતા વિકાસે છેતરપિંડી કરી હોવાનો પર્દાફાશ થયો છે. ભોગ બનનાર વિનીતા રાયે અલથાણ પોલીસ સ્ટેશનમાં વિકાસ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો