મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી સામે મહિલાએ કર્યા આક્ષેપ, જાણો શું છે મામલો

Banaskantha News : વડગામના કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી સામે એકે મહિલાએ આક્ષેપો કર્યા છે. આ મહિલા

કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી સામે મહિલાએ કર્યા આક્ષેપ, જાણો શું છે મામલો

Banaskantha News : વડગામના કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી સામે એકે મહિલાએ આક્ષેપો કર્યા છે. આ મહિલા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

વડગામના સકલાણા ગામમાં મનરેગા મેટનું કામ કરતી મહિલાએ કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી પર આક્ષેપો કર્યા છે કે જીગ્નેશ મેવાણીના માણસો તેની સાઈટ પર આવીને હેરાન કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણીનો પી.એ સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી સાઈટ પર આવીને માનસિક રીતે હેરાનગતી કરી રહ્યા હોવાના આક્ષેપ આ મહિલાએ લગાવ્યા છે. 

આક્ષેપ કરનાર મહિલા અરુણાબેન પરમાર અગાઉ વડગામમાં કોંગ્રેસના SC મોરચાના મહિલા પ્રમુખ હતા. તેમના કહેવા મુજબ કોંગ્રેસ પક્ષ છોડી દેતા વિધાનસભાની ચૂંટણી બાદ જીગ્નેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. આ મહિલાએ વડગામ પોલીસ મથક અને બનાસકાંઠા જિલ્લા SPને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો