મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં પરિણીતા, સુરતમાં કારખાનેદાર અને દાહોદમાં પુત્ર સાથે માતાએ કર્યો આપઘાત

રાજ્યમાં આજે અમદાવાદ અને સુરતમાં આપઘાતની ત્રણ ઘટનાઓ ઘટી છે, જેમાં અમદાવાદમાં પરિણીતા

અમદાવાદમાં પરિણીતા, સુરતમાં કારખાનેદાર અને દાહોદમાં પુત્ર સાથે માતાએ કર્યો આપઘાત

રાજ્યમાં આજે અમદાવાદ અને સુરતમાં આપઘાતની ત્રણ  ઘટનાઓ ઘટી છે, જેમાં અમદાવાદમાં પરિણીતાએ અને સુરતમાં કારખાનેદારે તો દાહોદમાં  પુત્ર સાથે માતાએ આપઘાત કર્યો છે. 

અમદાવાદમાં પરિણીતાએ કર્યો આપઘાત

અમદાવાદ શહેરના એરપોર્ટ નજીક  ભદ્રેશ્વર વિસ્તારમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો છે. મૃતક મહિલાનો પતિ 2 વર્ષથી સતત ત્રાસ આપી રહ્યો હતો અને હવે સાથે રાખવાની ના કહેતો હતો. દરમિયાન સવારે વેહલા ઉઠવા બાબતે ઝઘડો થયા બાદ પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતક મહિલાની માતાએ તેના જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે એરપોર્ટ પોલીસે મૃતક મહિલાના પતિ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. 

સુરતમાં કારખાનેદારે કર્યો આપઘાત

સુરતમાં વેડ રોડ પંડોળ વિસ્તારમાં કારખાનેદારે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. લુમ્સનું કારખાનું ધરાવતા 45 વર્ષય ગોરે લાલે કારખાનાના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ મામલે ચોક બજાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

દાહોદમાં પુત્ર સાથે  માતાનો આપઘાત

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામે 11 મહિના પુત્ર સાથે માતાએ કુવામાં કૂદીને આપઘાત કરી લીધો છે. સંજેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોસ્ટમ મોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો