મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં અગાસી સાફ કરતી વેળાએ બીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત

ભાવનગરમાં એક મહિલા બીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું છે. ભાવનગર શહેરના તિલકનગર વિ

ભાવનગરમાં અગાસી સાફ કરતી વેળાએ બીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત

ભાવનગરમાં એક મહિલા બીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું છે. ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં રહેતી મહિલા અગાસી સાફ કરતા સમયે પગ લપસી જતા અગાસીમાંથી પડી જવાથી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : VIDEO: ભાવનગરમાં દુધાળા પશુની ચોરીથી પશુપાલકોમાં ફફડાટ, ચોરોના આંટાફેરા CCTVમાં થયા કેદ

ભાવનગર શહેરના તિલક નગર ખાતે રમાબેન ભૂપતભાઈ મહિડા નામની મહિલા ત્રીજા માળે કપડાં સૂકવવા માટે ગયા હતા. તે સમયે અચાનક જ અગાસી સાફ કરતી સમયે તેમનો પગ લપસતા તેઓ બીજા માળેથી નીચે પટકાયા હતા. જેને કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં  લાવવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. મહિલાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો