મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર નારી ગામ નજીક અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત

Bhavnagar News : ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત બનવાની

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર નારી ગામ નજીક અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત

Bhavnagar News : ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર  અકસ્માત બનવાની ઘટના ઓછી નથી થઇ રહી. હવે આ હાઇવે પર નારી ગામ નજીક અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર નારી ગામ નજીક મોટરસાયકલ પર સવાર એક દંપત્તિને અજાણયા વાહને ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટનામાં દંપત્તિમાંથી મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, જયારે મૃતકના પતિને પણ ગંભીર ઈજાઓ થઇ છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનના ચાલાક સામે ગુનો નોંધી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો