મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં નજીવી બાબતે મહિલાએ ક્રૂરતાપૂર્વક 7 વર્ષીય બાળકને ઢસડ્યો, CCTV ફૂટેજના આધારે નોંધાઈ ફરિયાદ

સુરતના સરથાણા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. પશુ સાથે પણ લોકો વ્યવહાર ન કરે

તસવીર: GSTV

સુરતના સરથાણા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. પશુ સાથે પણ લોકો વ્યવહાર ન કરે તેવો વ્યવહાર એક મહિલા દ્વારા સાત વર્ષના માસૂમ સાથે કરવામા આવ્યુ. યોગીચોક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં માત્ર ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે એક મહિલાએ સાત વર્ષના માસૂમ બાળક પર અત્યંત ક્રૂરતાપૂર્વક ઢસડ્યો હતો. સોસાયટીના પાર્કીંગમાં બાળકને પટકીને જમીન પર ઢસડ્યો હતો.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મહિલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો