દાહોદ: સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મહિલા નવજાત શિશુને ત્યજીને ફરાર
દાહોદમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા નવજાત શિશુને ત્યજીને ફરાર થઈ ગઈ હત

દાહોદમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા નવજાત શિશુને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. દાહોદ જિલ્લામાં ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ ખાતે અજાણી મહિલા નવજાત બાળકને ત્યજી ફરાર થઈ ગઈ હતી. નવજાત બાળક અંદાજીત 6થી 7 માસનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : દાહોદમાં વેપારીએ પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સફાઈ કર્મચારી સફાઈ કરવા જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેથી સફાઈ કર્મચારીએ તાત્કાલિક હોસ્પિટલ સ્ટાફને જાણ કરી હતી. નવજાત શિશુ અત્યંત દયનીય હાલતમાં જોવા મળતા હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ઊઠ્યો હતો. સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બાળકની તપાસ કરાતા બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસ અને હોસ્પિટલના અધિક્ષક દ્વારા તાત્કાલિક હોસ્પિટલના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવ્યા. આ સાથે શિશુને ત્યજી દેનાર મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




