Video/ પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ ડીલર્સ એસો.નું મોટું નિવેદન
અમદાવાદ: ઈરાન અને ઈઝરાયેલ સહિતના દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિન
અમદાવાદ: ઈરાન અને ઈઝરાયેલ સહિતના દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને પગલે ક્રૂડ ઓઈલના ભાવ અને પેટ્રોલ-ડીઝલની સપ્લાયને લઈને સામાન્ય જનતામાં ચિંતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ઉપ-પ્રમુખ મેહુલ પટેલે નિવેદન આપીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.
સપ્લાયમાં કોઈ તકલીફ નહીં પડે
મેહુલ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં કોઈ મોટી અસર પડે તેવું લાગતું નથી. તેમણે આ પાછળનું ગણિત સમજાવતા કહ્યું કે ભારત તેના ક્રૂડ ઓઈલનો મોટાભાગનો જથ્થો રશિયા અને અમેરિકા પાસેથી મેળવે છે. સાઉદી અરેબિયા અને ઈરાન જેવા મધ્ય-પૂર્વના દેશો પાસેથી ભારત માત્ર 25% જેટલો જ જથ્થો મંગાવે છે. આથી, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા જથ્થામાં થોડો ફેરફાર થાય તો પણ રશિયા અને અમેરિકાથી સપ્લાય ચાલુ હોવાથી કોઈ મોટી કટોકટી સર્જાશે નહીં.
ભાવ વધારાની શક્યતા નહિવત
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાની શક્યતા ખૂબ જ ઓછી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે છેલ્લા લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ સુધી ન પહોંચે, ત્યાં સુધી ભાવ વધારાની શક્યતા નહિવત છે. આમ, હાલની સ્થિતિએ ગુજરાત અને ભારતભરમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સ્થિર રહેવાની આશા છે અને સપ્લાય ચેઈન સુરક્ષિત હોવાનું એસોસિએશન માની રહ્યું છે.








