Navratri 2024:નવરાત્રિમાં કાંકરીચાળો કરનારનું આવી બનશે, સુરત પોલીસે બંદોબસ્ત માટે કરી છે આવી તૈયારી
સુરતમાં ગણેશોત્સવમાં થયેલા કાંકરીચાળાને લઈને નવરાત્ર

સુરતમાં ગણેશોત્સવમાં થયેલા કાંકરીચાળાને લઈને નવરાત્રિમાં કોઈ કસર પોલીસ રાખવા માગતી નથી. ગરબાના આયોજનને લઈ સુરત પોલીસ કમિશનર અણુપમસિંહ ગેહલોતની પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે, સીસીટીવીથી લઈને પૂરતા જવાનો ફાળવવામાં આવ્યાં છે. સાથે અસામાજિક તત્ત્વો સામે આકરી કાર્યવાહીની પણ ચીમકી પોલીસ કમિશનરે વધુમાં ઉચ્ચારી છે.
જડબેસલાક સુરક્ષા
સુરત શહેર મીની ભારત કહેવામાં આવે છે. માતાજીની 10 દિવસ સુધી આરાધના સુરતમાં કરવામાં આવશે. આ બાબતે સુરત પોલીસ દ્વારા તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. 4000 હોમગાર્ડ તેમજ 250 મહિલાની શી ટિમ સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે. 6 સ્ટેટ રિઝર્વ ફોર્ડની ટિમ ડિપ્લોપ કરવામાં આવી છે. આયોજકોને સમયસર noc કે અન્ય મંજૂરી નિયત સમયમાં મળે તે બાબતે આયોજકો સાથે પણ બેઠક કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોને વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે તેમ પોલીસ કમિશનરે કહ્યું હતું.
12 વાગ્યા સુધી સાઉન્ડ વગાડી શકાશે
ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડી ગરબાનું આયોજન કરતા આયોજકોને 12 વાગ્યા સુધી ગરબા રમાડી શકશે. ડોમથી જનરેટ દૂર રાખવા પડશે. જનરેટરમાં ઉપયોગમાં આવતું પેટ્રોલ કે ડીઝલ સ્ટોર ન કરવું. ડોમ CCTV કેમેરાથી સજ્જ હોવો જોઈએ. મહિલા માટે ચેકીંગ વ્યવસ્થા અલગ રાખવામાં આવશે. કોઈ પર ગુનાહિત ઇતિહાસ ન હોય તેવા જ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે. સિક્યુરિટી ગાર્ડની માહિતી પોલીસને એવી જેથી પોલીસ આ બાબતે વેરિફિકેશન કરી શકે. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટિમો મહિલા સુરક્ષાને ખાસ ધ્યાન રાખશે.અવાવરુ જગ્યા પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ડોમ નજીક આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે અન્ય જગ્યા પર પોલીસ પાલિકા સાથે રહીને આ કામગીરી કરાવશે.
હિન્દુ સંગઠનોની ચીમકી અંગે નિવેદન
હિન્દૂ સંગઠનનોની ચીમકી બાબતે નિવેદન આપવામાં આવ્યું છે. આ બાબતનું ધ્યાન આયોજકોએ રાખવું પડશે. ડોમ તેમજ તેમની આસપાસ આ માદક પદાર્થનું વેચાણ ન થાય તે માટે પણ પોલીસ તકેદારીના રાખશે. ગરબા આયોજકોએ લગાવેલા CCTVના IP એડ્રેસ પણ લગાવવામાં આવ્યા છે. ડોમમાં કેપેસિટી કરતા વધારે લોકો એકઠા ન થાય તે આ બાબતે AIનો ઉપયોગ પણ કરવામાં આવશે. કેપેસિટી કરતા વધારે લોકો એકઠા થશે તો જવાબદાર આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે.








