મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધરમપુરના તુંબીની પરિણીતાનો પૂર્વ પ્રેમીએ આ રીતે બ્લેકમેલ કરતાં આપઘાત, 10 મહિનાની દીકરીએ ગુમાવી માતા

વલસાડના ધરમપુરના તુંબીમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાને લગ્ન પૂર્વનો પ્રેમી બ્લેકમેલ કરતો

ધરમપુરના તુંબીની પરિણીતાનો પૂર્વ પ્રેમીએ આ રીતે બ્લેકમેલ કરતાં આપઘાત, 10 મહિનાની દીકરીએ ગુમાવી માતા

વલસાડના ધરમપુરના તુંબીમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાને લગ્ન પૂર્વનો પ્રેમી બ્લેકમેલ કરતો હતો.જેથી પરિણીતાએ પોતાના ઘરમાં એકલતાનો લાભ લઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિણીતાના આપઘાતના પગલે 10 મહિનાની દીકરી માતા વિહોણી બની જતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. જો કે, પરિણીતાએ પતિને મોકલેલા છેલ્લા વોટસએપ મેસેજમાં પૂર્વ પ્રેમી કઈ રીતે બ્લેકમેલ કરતો તેની વિગતો સામે આવી છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાત અગાઉ કર્યો મેસેજ

સ્યુસાઇડ પહેલા પત્નીએ પોતાના પતિને મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે,“તું એટલું ટેન્શનમાં મને ની જોવાય, આજે સાચું કહિ દેવ તુંએ મને જે 5 લાખ ચાલીશ હજાર આપેલા એ મારા ઉપર ની મલે, તારૂં સપનું ની પુરૂં થવાનું, મારા લીધે. સોરી ને જેના પર લીધેલા એ તારા પર માંગે એ આજે મને ખબર પયડી સોરી દિકા, થાય તો મને માફ કરી લેજો, સેલુ મને બ્લેકમૈઇલ કરે. તારા પિક છે. એમને તેમ મારી પહેલાં ભૂલ થઇ ગયેલી, મને ખબર દિકા તને કિધેલું પણ, હવે તને ની કેવાય સોરી, રોજ રાતે મેસેજ કરે તું, થાકેલું આવીને સુઇ જાય, મેં કાંઇ ખોટુ ન કર્યું, લગન પછી પણ એણે બ્લેકમેઇલ કરીને પૈસા માંગેલા....

રૂપિયાની સતત માગ થતી

એક દિવસે 2 આયપા અને એક વિક પછી પાછા 3.40 માંયગા, શું કરું દિકા મારી પાસે કોઇ ઓપસન ન હતું, સેલુ એ મારી લાઇફ પતાવી દિધી મેં, બધું જાણું દિકરા એ મારા પર માંગે મે તારા પર પૈસા માંગીને પૈસા મુકવા આપ, તુએ કુણીયા પર લીધેલા બટ એ બધું મને લાગે પ્લાનીંગ જ હતું, મને લાગે કુણીયો તને જ પૈસા આપે આપડા જ પૈસા દિકા એ બધુ થયુ પછી સેલુ ને કુણીયા લોકો સાથે ફરવા લાય ગયા, દિકા તારાથી છુપાવેલું મને માફ કરી દેજે સોરી થાય તો માફ કરી દેજે બાય લવ યુ”

આ સમાચાર શેર કરો