Video: "કલાકારની અભિવ્યક્તિથી સરકાર કેમ ડરે છે?": રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શન વિવાદ પર પવન ખેડાનો મોદી સરકાર પર મોટો પ્રહાર!

રાજધાની દિલ્હી સ્થિત બીકાનેર હાઉસ ખાતે યોજાયેલા એક પ્રદર્શનમાંથી પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાની તસવીરો હટાવવાને લઈને ઊભા થયેલા વિવાદ પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા પવન ખેડાએ આ મામલે સરકારની માનસિકતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતાં પવન ખેડાએ જણાવ્યું હતું કે, "રેહાન વાડ્રા એક કલાકાર છે. અમને સમજાતું નથી કે આ સરકાર કોઈ કલાકારની કલાત્મક અભિવ્યક્તિની આટલી વિરોધી કેમ છે? દરરોજ આપણે એવા ઉદાહરણો જોઈએ છીએ કે આ સરકાર કલા સહિતના વિવિધ માધ્યમો દ્વારા પોતાનો અવાજ ઉઠાવતા યુવાનોની વિરુદ્ધમાં કામ કરી રહી છે."
તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે દેશમાં યુવાનો અને સર્જનાત્મક લોકોના વિચારોને રૂંધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી અને કલા જગત માટે અત્યંત ચિંતાજનક બાબત છે.










