Video: સુરતના પંડોળમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

સુરતના પંડોળ વિસ્તારમાં ભરીમાતા નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 12થી વધુ ફાયર ફાયટિંગ ગાડીઓ કામે લગાડવામાં આવી હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.





