મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદના વસ્ત્રાપુરમાં થાર ગાડી બાબતે મામા-ભાણિયા વચ્ચે લોહિયાળ અથડામણ

અમદાવાદના વસ્ત્રાપુરમાં ગુરુકુળ ત્રણ રસ્તા પાસે થાર કારની માલિકી અને ચાવી બાબતે મામા-ભાણિયાના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સેકન્ડ હેન્ડ થાર કારને લઈને શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન યુવકના મોં પર મુક્કો મારતાં નાકમાંથી લોહી નીકળ્યું હતું. મારામારીમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ચંદ્રપ્રકાશસિંહ, નારાયણસિંહ અને મીલન શાહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં ગાળાગાળી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો