Video: અમદાવાદના નારોલ મેનહોલ દુર્ઘટના મામલે મોટા સમાચાર: ઘટનાના 10 દિવસ બાદ પીરાણા પાસેથી સાબરમતી નદીમાંથી માનવ અવશેષો મળી આવ્યા

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગણેશનગર પાસે 10 ઓક્ટોબરે ખુલ્લા મેનહોલમાં ગરકાવ થઈ ગયેલી 9 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ બાળકીની શોધખોળ વચ્ચે આજે મોટી અપડેટ સામે આવી છે. ઘટનાના 10 દિવસ બાદ પીરાણા પાસેથી સાબરમતી નદીમાંથી ફાયર વિભાગ દ્વારા માનવ અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે. આ મળી આવેલા અવશેષો તે જ ગુમ થયેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીના છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે તંત્રે અવશેષોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ દુર્ઘટનાના કારણે સ્થાનિક રહીશો અને પરિવારજનોમાં ભારે આઘાત તથા રોષ જોવા મળી રહ્યો છે, અને હવે એફએસએલના રિપોર્ટ પર સૌની નજર ટકેલી છે.






