Video: અમદાવાદના નરોડામાં ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા ચાલકનું મોત, ચાલક ફરાર

અમદાવાદના નરોડા વિસ્તારમાં વહેલી સવારે ઈંટો ભરેલા ટેમ્પાએ મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ ટેમ્પા ચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાસી છૂટેલા ટેમ્પા ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





