મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદના હીરાવાડી સ્થિત શીતવન એપાર્ટમેન્ટમાં ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી: ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો અદભુત સંગમ થયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હીરાવાડી ખાતે નવરાત્રી પર્વની ભક્તિભાવ અને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હીરાવાડીના શીતવન એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો દ્વારા સુંદર ગરબાનું આયોજન કરાયું છે, જેમાં બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને સોસાયટીના લોકો માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે અને નવરાત્રીને યાદગાર બનાવી રહ્યા છે. આ પ્રકારના આયોજનોથી સોસાયટીમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત થવાની સાથે નવી પેઢીને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ સાથે જોડાવાની ઉત્તમ તક મળી રહી છે.

આ સમાચાર શેર કરો