મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં ચાંદની પડવા અગાઉ આરોગ્ય વિભાગ સક્રિય: માવાના સેમ્પલ લેવાયા

સુરતમાં ચાંદની પડવાના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઘારીમાં વપરાતા માવાની ગુણવત્તા ચકાસવા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. ભાગળ વિસ્તારમાં માવો વેચતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માવાના નમૂના લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. વહેલી તકે અહેવાલ મળે તે માટે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. સુરતના અલગ-અલગ ઝોનમાં પણ માવાના નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો