મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં જહાંગીરપુરા પોલીસે હાઈવે પર ટેન્કરોમાંથી કેમિકલ ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો

સોર્સ: gstv

સુરતની જહાંગીરપુરા પોલીસે હાઈવે પર રાત્રિના સમયે  કેમિકલ ચોરી કરતી   ગેંગનો  પર્દાફાશ કર્યો છે. આ ચોર ટોળકી રાત્રે હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી લેતી હતી. ત્યારબાદ આ ચોરી કરેલું કેમિકલ અન્ય વાહનોમાં ભરીને બજારમાં સસ્તા ભાવે વેચવાનું મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ટેન્કરના બે ચાલક સહિત અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે. પોલીસે ઘટનાસ્થળેથી બે ટેન્કર, એક ટ્રક, કેમિકલ ભરેલા ડ્રમ, મોબાઈલ ફોન અને અન્ય વાહનો મળી કુલ  એક કરોડ 20 લાખથી વધુનો મજબૂત મુદ્દામાલ કબજે કર્યો છે.  

આ સમાચાર શેર કરો