મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં દશેરાએ જલેબી-ફાફડાના ભાવવધારા વચ્ચે પણ ખરીદી માટે વહેલી સવારથી ભારે ભીડ

સોર્સ: gstv

 આજે વિજયાદશમીના પાવન પર્વે સુરતમાં ફાફડા-જલેબીના ધૂમ વેચાણ સાથે ઉત્સવનો માહોલ જોવા મલ્યો છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સુરતીલાલાઓ વહેલી સવારથી જ મિષ્ટાનની દુકાનો પર લાંબી કતારોમાં ઉભા રહી ગયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોંઘવારીના કારણે ફાફડા અને જલેબીના ભાવમાં કિલોએ   ૮૦ થી ૧૦૦ રૂપિયા સુધીનો ધરખમ વધારો નોંધાયો છે. છતાં પણ  સુરતી લાલાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભાવવધારાને બાજુ પર મૂકીને સુરતીઓ આજે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ખરીદીને મન ભરીને જ્યાફત માણી છે..

આ સમાચાર શેર કરો