Video: સુરતમાં પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ અંગે SMC તંત્ર સામે ગંભીર આરોપો લગાવ્યા

સુરતમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાલાએ પોતાના નિવાસસ્થાન નજીક રેસિડેન્શિયલ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ અંગે SMCના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે પાલિકા અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પોલિટિકલ પ્રેશર હોવાના જવાબો આપીને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સુરતના ઓલ્ડ સિટીને ખતમ કરવાનું કાવતરું રચાઈ રહ્યું હોવાનો દાવો કરતા તેમણે આ અંગે પાલિકા કમિશનર અને જોનલ અધિકારીને રજૂઆત કરી છે. આગામી સમયમાં આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની તેમજ અધિકારીઓ સામે અદાલતમાં ફરિયાદ નોંધાવવાની પણ તેમણે ચીમકી આપી છે.







