Video: સુરતમાં દિવાળી ટાણે ખાનગી બસોના ડબલ ભાડા સામે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા મેદાને: લક્ઝરી બસ એસોસિએશનને રજૂઆત

દિવાળીના તહેવારો નજીક આવતા જ ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી બેફામ ભાડા વસૂલવામાં આવી રહ્યા છે, જેને લઈને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ કરી પોતાની વેદના અને રોષ વ્યક્ત કર્યો છે. આખું વર્ષ તમારી બસોમાં મુસાફરી કરતી જનતા પાસેથી તહેવારના ૧૦ થી ૧૫ દિવસ દરમિયાન કેમ ડબલ કે તેથી વધુ ભાડા વસૂલવામાં આવે છે? દિવાળીમાં લક્ઝરી બસના ભાડા આસમાને પહોંચી જતા સોફા સીટના ભાવ ૨૫૦0 થી ૩૦૦૦ રૂપિયા સુધી થઈ જાય છે. આ અસહ્ય મોંઘવારીના કારણે મધ્યમ વર્ગના વતન જતા પરિવારોને ભારે આર્થિક મુશ્કેલી પડે છે. આ મુદ્દે તેમણે લક્ઝરી બસ એસોસિએશનને ભાડા ઓછા કરવા માટે ભારપૂર્વક અપીલ કરી છે.








