Video: માંગરોળના શેપા ગામે કૂવામાં પડવાથી 7 વર્ષના માસૂમનું મોત

જૂનાગઢ જિલ્લાના માંગરોળના શેપા ગામે કૂવામાં પડી જતાં સાત વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. ઘર નજીક રમતી વખતે બાળક વાડીના કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં માંગરોળ પોલીસ સહિતનું તંત્ર હોસ્પિટલ પહોંચ્યું હતું, જ્યારે બાળકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.




