VIDEO: જૂનાગઢના માંગરોળના આરેણા પાસેથી રિક્ષામાંથી ૨૭૧ કિલો સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પુરવઠા વિભાગે દરોડો પાડીને વધુ એક વખત સસ્તા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પુરવઠા વિભાગે દરોડો પાડીને વધુ એક વખત સસ્તા અનાજનો જથ્થો પકડી પાડ્યો છે. પુરવઠા નાયબ મામલતદારની ટીમે આરેણા ગામ નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરી હતી. આ તલાશી દરમિયાન રિક્ષામાંથી ૪૬ કિલો ઘઉં અને ૨૨૫ કિલો ચોખા મળીને કુલ ૨૭૧ કિલો ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અનાજના જથ્થા તથા રિક્ષા મળીને અંદાજે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીઝ કરાયેલો આ સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાં જમા કરાવી પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે..




