VIDEO: જૂનાગઢના પૌરાણિક ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રારંભે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસના આજથી પ્રારંભ સાથે જૂનાગઢના પૌરાણ

પવિત્ર શ્રાવણ માસના આજથી પ્રારંભ સાથે જૂનાગઢના પૌરાણિક અને સ્વયંભૂ ભૂતનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. 'હર હર મહાદેવ' ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. વહેલી સવારે ૪ વાગ્યે કપાટ ખૂલતાની સાથે જ ભક્તો દર્શન અને અભિષેક માટે લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા. શ્રાવણના પ્રથમ દિવસે રુદ્રાભિષેક, મહાપૂજા, ધ્વજારોહણ અને મહાઆરતી જેવા વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આખા મહિના દરમિયાન દિવ્ય શૃંગાર, સંધ્યા આરતી અને સોમવારે વિશેષ મહાઆરતીનું આયોજન કરાયું છે, જે જૂનાગઢવાસીઓ માટે અસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.




