Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Flood-like situation in Junagadh's Mangrol, water entered fields, houses

VIDEO: જૂનાગઢના માંગરોળમાં પૂર જેવી સ્થિતિ, ખેતરો, ધરોમાં પાણી ઘુસ્યા

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જુનાગઢના માંગરોળ પંથકમાં પાણી ઓસરતાં તબાહીના હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોના અતિભારે વરસાદ અને પૂરના પાણી બાદ અનેક ગામોમાં કાદવના થર, ધોવાઈ ગયેલા ખેતરો અને પલળી ગયેલી ઘરવખરીના દૃશ્યો જોવા મળી છે. ખેડૂતોના ઊભા પાક અને ફળદ્રુપ જમીનને વ્યાપક નુકસાન થતાં કરોડો રૂપિયાનું આર્થિક સંકટ સર્જાયું છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં અને ઘરવખરી બરબાદ થઈ છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા શેરીયાજ ગામે પહોંચી ખેડૂતોની મુશ્કેલીઓ સમજી હતી. સ્થાનિક લોકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાયા છે. વહીવટી તંત્ર નુકસાનનું સર્વે કરી અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની તૈયારીમાં છે.

App Store