મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોણ બનશે ગુજરાતના નવા DGP? આ 2 નામો ચર્ચામાં

રાજ્યના DGP વિકાસ સહાય વય નિવૃત થશે. આજરોજ 31 મી ડિસેમ્બર 6 મહિનાનું એક્સ્ટેશન પૂર્ણ થશે. જણાવી દઈએ કે અગાઉ DGP વિકા

કોણ બનશે ગુજરાતના નવા DGP? આ 2 નામો ચર્ચામાં

રાજ્યના DGP વિકાસ સહાય વય નિવૃત થશે. આજરોજ 31 મી ડિસેમ્બર 6 મહિનાનું એક્સ્ટેશન પૂર્ણ થશે. જણાવી દઈએ કે અગાઉ DGP વિકાસ સહાયને 6 મહિનાનું એક્સ્ટેન્શન મળ્યું હતું. વિકાસ સહાયને ફરી એકવાર એક્સ્ટેશન મળશે કે પછી રાજ્યને નવા ડીજીપી મળશે તેને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે.

રાજ્યના DGP વિકાસ સહાયની વય નિવૃત્તિ પછી તેમના સ્થાને નવા DGP તરીકે બે IPS નામ ચર્ચામાં છે. CID અને રેલવેના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી રહેલા કે.એન.એલ.રાવ અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકના નામની ચર્ચાઓ થઈ રહી છે. UPSC પેનલમાં IPS પાંચ નામ પૈકી પ્રથમ અને બીજા નામ તરીકે કે.એન.એલ.રાવ અને જી.એસ.મલિક છે. IPS કે.એન.એલ.રાવ વર્ષ 1992ની બેચના છે અને IPS તરીકે જી.એસ.મલિક વર્ષ 1993ની બેચના છે. આ બે અધિકારીમાંથી કોઈ એક નવા ડીજીપી તરીકે મૂકાશે. 

હાલ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને નવા ડીજીપી તરીકે ચાર્જ સોંપવામાં આવે તો તેમના સ્થાને અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે 3 અધિકારઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલના ગ્રેડ જોતાં ગુજરાત નવા ડીજીપી તરીકે કે.એન.એલ.રાવ ચાર્જ આપે તેવી શક્યતા છે.

જી.એસ. મલિકને DGPનો ચાર્જ સોંપવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જે ત્રણ IPSના નામ ચર્ચામાં છે. જેમાં CBI ડાયરેક્ટર મનોજ શશીધર ,IPS રાજુ ભાર્ગવ , વડોદર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરના નામ ચર્ચામાં છે.

આ સમાચાર શેર કરો