ખેડાના માતરમાં ચાર સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, મોબાઇલથી બનાવ્યા હતા અશ્લીલ વીડિયો
રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના માતરમાં પાડોશીએ જ 8થી 11 વર્ષની ચાર બ

રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના માતરમાં પાડોશીએ જ 8થી 11 વર્ષની ચાર બાળાઓ પર દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
શું છે ઘટના?
ખેડાના માતર તાલુકાના વસોમાં પાડોશીએ જ સગીર વયની ત્રણથી ચાર બાળાઓને પીંખી નાખી હતી. નરાધમ હેવાન પાડોશી દ્વારા 8થી 11 વર્ષની ચાર બાળાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિયો પણ નરાધમે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને લઇને વસો પોલીસ મથકે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીનો મોબાઇલ પણ કબ્જે લેવામાં આવ્યો છે.






