VIDEO BREAKING: રાજ્યમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી? જાણો અમદાવાદમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં આગામી ૭ દિવસ માટે તાપમાનમાં ઘટાડો અને વરસાદી ઝાપટાની હવામાન વિભાગે

ગુજરાતમાં આગામી ૭ દિવસ માટે તાપમાનમાં ઘટાડો અને વરસાદી ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, વાપી અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
આગામી ૧૬ તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી નોંધાઈ શકે છે. આ દિવસો દરમિયાન રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.




