મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:મેઘાણીનગર વિમાન દુર્ઘટના: કોર્પોરેટરની ભગીરથ કામગીરી

અમદાવાદ પ્લેન ક્રેશના દિવસે અસારવાના કોર્પોરેટર અનુબહેન પટેલ પોતાની ઓફિસે હતા, ત્યારે અચાનક મોટો ધડા

અમદાવાદ પ્લેન ક્રેશના દિવસે અસારવાના કોર્પોરેટર અનુબહેન પટેલ પોતાની ઓફિસે હતા, ત્યારે અચાનક મોટો ધડાકો સંભળાતાં જ તેઓ સાથીદારો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં, તેમણે સમય બગાડ્યા વિના સ્થાનિક રિક્ષાઓ દ્વારા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ તંત્રે તેમને સિવિલ હોસ્પિટલના 'કસોટી ભવન' અને 'પોસ્ટમોર્ટમ રૂમ'ના ઇન્ચાર્જ તરીકેની કપરી જવાબદારી સોંપી હતી. તેમણે રાત-દિવસ જોયા વગર આક્રોશિત પરિવારોને સાંત્વના આપી, વહીવટી પ્રક્રિયા ઝડપી કરાવી મૃતદેહો સન્માનપૂર્વક સોંપ્યા હતા. આજે એક વર્ષ બાદ પણ ત્યાંથી પસાર થતાં અનુબહેનની આંખો સામે એ ગોજારો દિવસ જીવંત થઈ જાય છે.

આ સમાચાર શેર કરો