VIDEO: અસારવા વિસ્તારના હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના અસારવા વિસ્તારના હોળી ચકલા અને ચમનપુર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના અસારવા વિસ્તારના હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. માંસ, માછલી, ચિકન અને મટન જેવી નોનવેજ વસ્તુઓનું વેચાણ કરનારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. આ વિસ્તાર એરપોર્ટથી નજીક હોવાથી પ્લેન ઉડાન ભરતી વખતે બર્ડ હિટની સંભાવના ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક વેપારીઓને સૂચિત કરવામાં આવ્યું છે કે પ્રતિબંધનું પાલન ન કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે




